હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય રવિભાઈ દેસાઈ તેમજ પંચમહાલ જિલ્લા યુવા મોરચા પ્રભારી અને પ્રદેશ યુવા મોરચા આમંત્રિત સદસ્ય યોગદીપસિંહ જાડેજા,જિલ્લા યુવા મોરચાના કાર્યકારી પ્રમુખ અને મહામંત્રી નિર્મિત દેસાઈ જિલ્લા યુવા મોરચા ઉપ પ્રમુખ જીગર પટેલની ઉપસ્થિતિમાં હાલોલ તાલુકા તેમજ હાલોલ નગરના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની એક સંયુક્ત બેઠક આગામી કાર્યક્રમોને અનુલક્ષીને યોજાઇ હતી જેમાં હાલોલ નગર યુવા મોરચા પ્રમુખ હરીશ ભરવાડ તેમજ તાલુકા યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ સહિત હાલોલ તાલુકા અને નગરના યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.