પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પંચમહાલ જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિૅક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાયયવાહી કરવા સુચના મળેલ જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.આર.રાઠોડ સાહેબ ગોધરા વિભાગ ગોધરા તથા ગોધરા બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.સંગાડા સાહેબનાઓના માગદર્શન હેઠળ આજરોજ ડી સ્ટાફ પો.સ.ઇ. એ.એસ.સરવૈયા સાહેબ નાઓને ખાનગીરાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, મોજે.ગોધરા ભીલોડીયા પ્લોટ બોર્નમીલની સામે એશિયાના સોસાયટીમાં રહેતો સફી અબ્દુલસલામ બદામનાઓ પોતાના આર્થિક લાભ સારુ કેટલાક ઇસમોને ભેગા કરી તેના ઘરની આગળ સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે.અને હાલમાં ઉપરોકત જગ્યાએ જુગારની પ્રવુતિ ચાલુ છે. જે બાતમીના આધારે ડી-સ્ટાફ પો.સ.ઇ. એ.એસ.સરવૈયા સાહેબ નાઓ ડિ-સ્ટાફ પોલીસના માણસો સાથે ઉપરોકત બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપીઓ (૧)મોહમદ સફી અબ્દુલસલામ બદામ (૨) ઇમરાન સોકત પટેલ (૩)આસીફ યાકુબ વસ્કા (૪)ફૈયાજ હુસેન દુર્વેશ ઉર્ફે બાબરીયો (૫)ઇરફાન હનીફ ટીલડી (૬)ઇમરાન
અબ્દુલસત્તાર પથા (૭)સુફીયાન મકસુદ હયાત (૮) તૈયબ ઇકબાલ ચાણકીનાઓને પકડી લીધેલ અને જેઓની ઝડતી તપાસ કરતા તેઓની અંગઝડતીમાંથી તથા દાવ ઉપરથી મળી આવેલ કુલ રોકડા રૂ.૧૬,૭૧૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાયયવાહી
કરવામાં આવેલ છે.
ટીમમાં કામ કરનાર અધિકારી તથા સ્ટાફ
(૧)પો.ઇન્સ.આર.એમ.સંગાડા (૨)પો.સ.ઇ.એ.એસ.સરવૈયા (૩) એ.એસ.આઇ. રણજીતનસિંહ સોમસિંહ (૩) એ.એસ.આઇ. મુકેશભાઈ રણછોડભાઇ (૪) અ.હે.કો.શંકરસિંહ સજજનનસિંહ તથા (૫) અ.હે.કો.વિરેન્દ્રસિંહ પુંજાલાલ (૬) અ.હે.કો.મુકેશસિંહ દશરથસિંહ (૭) આ.પો.કો.ગણપતનસિંહ ભીમનસિંહ તથા (૮)આ.પો.કો. રાજેન્દ્રસિંહ ગુલાબસિંહ (૯) આ.પો.કો.અલ્પેર્ભાઇ નારણભાઇ તથા (૧૦) આ.પો.કો. નરેશકુમારકાંતીલાલ બ.નં.૦૧૦૪૨ નાઓએ કામગીરી કરેલ છે.