કપડવંજ શહેરના ડાકોર રોડ પર વસતા તળાવ ઉપર રામદેવ નગર  ભીલવાસના ભીલ સમાજના બંને કુટુંબીઓ વચ્ચે હીચકામાં બેસવા બાબતે બોલાલી થઈ હતી. અને એ બોલાચાલીના પરિણામ સ્વરૂપ બંને પરિવારના થોડાક લોકો આજે તળાવ આગળ એકઠા થયા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બનાવLના પગલે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ.એ.આર.ચૌધરી તથા 

 પોલીસ સ્ટાફ બનાવના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.

જેમાં એક બાળકને ઇજા થઈ છે પરંતુ ઇજા પડી જવાને કારણે પણ હોઈ શકે છે.જે લોકો ભેગા થયા હતા અને બોલાચાલી થઈ હતી તે બંનેને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે.અને બંને પક્ષને કોઈ મન દુઃખ નથી. 

તેમ છતાં પણ કાયદો અને વ્યવસ્થાની પિરિસ્થિત જળવાઈ રહે અને ભવિષ્યમાં કોઈ બનાવ ના બને તે માટે અટકાયતી પગલા લેવાની કામગીરી હાથ ઘરી છે.