નગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબની સૂચનાથી જામનગર જીલ્લાના ચોરીના બનાવો અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા અંગે એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.જે.ભોયે સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી એ.એસ.ગરચર સાહેબ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના શોભરાજસિંહ જાડેજા તથા રાજેશભાઈ મકવાણા તથા રવિભાઈ બુજડને બાતમી મળેલ કે, વાવ ધીંગેશ્વર મહાદેવના મંદિરની સામે આવેલ બાવળની ઝાળીમાં અજાણ્યા બે ઈસમો શંકાસ્પદ રીતે બીલ કે ક્રોઇ આઘાર ચોરી અથવા છળકપટથી મેળવેલ લોખંડનો ભંગાર એક વાસ્પા રીક્ષામાં ભરે છે જેથી સદરહુ જગ્યાએ રેઈડ કરતા ત્યાથી લોખંડના ભંગાર ભરેલ બાચકા નંગ-૬૦, સાઈકલની જુની રીંગો તથા અન્ય પરચુરણ લોખંડનો ભંગાર આશરે ૧૦૦૦ કિલો તથા વાસ્પા રીક્ષા મળી કુલ કિ.રૂ. ૧,૦૨,૮૫૦/- નો મુદ્દામાલ કોઈ બીલ કે આધાર વગર મળી આવતા જે આ તમામ મુદ્દામલ મજકુર ઈસમોએ કોઈ ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાતા મજકુર ઈસમો પાસેથી કબ્જે કરેલ છે અને મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આરોપી: (૧) રફીકભાઈ ઈસ્લામાલી શેખ ઉવ,૨૨ ધંધો મજુરી રહે ગુલાબનગર, સંજરી ચોક, જામનગર (૨) હનીફીયા રજાકમીયા મટારી જાતે સૈયદ ઉવ.૪૭ ધંધો રીક્ષા ડ્રાઈવીંગ રહે ગુલાબનગર, સાધુ વાસવાણી પાછળ, શીવનગર, જામનગર
આ કાર્યવાહી ઈંચાર્જ પો.ઇન્સ.શ્રી કે.જે.ભોયે તથા પો.સ.ઇ. એ.એસ.ગરચર સા. ની સુચના થી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.