ઘોઘંબાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 32મો પાટોત્સવ આજરોજ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં રંગે ચંગે યોજાયો હતો. જેમાં વર્ષ 1990 ની સાલમાં ઘોઘંબા ખાતે પંચમહાલમાં સૌપ્રથમ વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને પંચમહાલમાં ભક્તિભાવની સરવાણી વહેતી કરી હતી ત્યારથી અહીં ઘોઘંબા તાલુકામાં રહેતા ભક્તો વિષય વ્યસન અને વહેમ છોડીને ભગવાનનું ભજન કરતા થયા હતા. જેના કારણે આદિવાસી સમાજમાં પણ સત્સંગ નો પ્રચાર અને પ્રસાર ખૂબ જ થયો હતો ત્યારબાદ 1998 માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અહીં પધાર્યા હતા અને 2013 માં બીએપીએસ સંસ્થાના વર્તમાન વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને પુનઃ પ્રતિષ્ઠા કરી હતી આવા પ્રસાદી ભૂત મંદિરનો 32 મો પાટોત્સવ આજરોજ ગોધરા થી પધારેલા બીએપીએસ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામી તથા નડિયાદ મંદિરથી પધારેલા પૂજ્ય શ્રી રંગદાસ સ્વામી તથા આ વિસ્તારમાં વિચરણ કરતા પૂજ્ય વેદપ્રિય સ્વામી અને પૂજ્ય સંત દર્શન સ્વામી ના સાનિધ્યમાં ઘોઘંબા તેમજ આજુબાજુના ગામડાના ભક્તોની હાજરીમાં ભગવાનને મહાપૂજા કરી તેમજ મૂર્તિઓનું પૂજન કરી પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ પૂજન બાદ પૂજ્ય શ્રી રંગદાસ સ્વામી તથા પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામી એ સત્સંગ કથા વાર્તા નો પણ લાભ આપ્યો હતો અને ત્યારબાદ ભોજન મહાપ્રસાદી લઈ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं