ઘોઘંબાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 32મો પાટોત્સવ આજરોજ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં રંગે ચંગે યોજાયો હતો. જેમાં વર્ષ 1990 ની સાલમાં ઘોઘંબા ખાતે પંચમહાલમાં સૌપ્રથમ વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને પંચમહાલમાં ભક્તિભાવની સરવાણી વહેતી કરી હતી ત્યારથી અહીં ઘોઘંબા તાલુકામાં રહેતા ભક્તો વિષય વ્યસન અને વહેમ છોડીને ભગવાનનું ભજન કરતા થયા હતા. જેના કારણે આદિવાસી સમાજમાં પણ સત્સંગ નો પ્રચાર અને પ્રસાર ખૂબ જ થયો હતો ત્યારબાદ 1998 માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અહીં પધાર્યા હતા અને 2013 માં બીએપીએસ સંસ્થાના વર્તમાન વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને પુનઃ પ્રતિષ્ઠા કરી હતી આવા પ્રસાદી ભૂત મંદિરનો 32 મો પાટોત્સવ આજરોજ ગોધરા થી પધારેલા બીએપીએસ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામી તથા નડિયાદ મંદિરથી પધારેલા પૂજ્ય શ્રી રંગદાસ સ્વામી તથા આ વિસ્તારમાં વિચરણ કરતા પૂજ્ય વેદપ્રિય સ્વામી અને પૂજ્ય સંત દર્શન સ્વામી ના સાનિધ્યમાં ઘોઘંબા તેમજ આજુબાજુના ગામડાના ભક્તોની હાજરીમાં ભગવાનને મહાપૂજા કરી તેમજ મૂર્તિઓનું પૂજન કરી પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ પૂજન બાદ પૂજ્ય શ્રી રંગદાસ સ્વામી તથા પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામી એ સત્સંગ કથા વાર્તા નો પણ લાભ આપ્યો હતો અને ત્યારબાદ ભોજન મહાપ્રસાદી લઈ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરની સબજેલમાં અમદાવાદ જેલર ગુ્રપ ઝડતી સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું: ૬ નંગ મોબાઇલ મળ્યાં
સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલી સબજેલમાં અમદાવાદ જેલર ગુ્રપ ઝડતી સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ...
NO GYM - FULL BODY WORKOUT (घर पर 5 Min का Best Workout) | Fit Tuber Hindi
NO GYM - FULL BODY WORKOUT (घर पर 5 Min का Best Workout) | Fit Tuber Hindi
Talati Exam: Ahmedabad ઝોન 4 પોલીસ કર્મચારીઓ ઉમેદવારને PCR વાનમાંc પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા
Talati Exam: Ahmedabad ઝોન 4 પોલીસ કર્મચારીઓ ઉમેદવારને PCR વાનમાંc પરીક્ષા કેન્દ્ર સુધી...
'मोहब्बत की दुकान में नशे का सामान...', 5600 करोड़ रुपये की जब्त ड्रग्स में आया कांग्रेस नेता का नाम, BJP ने साधा निशाना
5 हजार करोड़ रुपए के इंटरनेशनल ड्रग्स सिंडिकेट मामले को लेकर भारतीय जनता पार्टी (BJP) ने कांग्रेस...
સિંગવડના મેથાણ ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો
સિંગવડના મેથાણ ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો