ભીલડી પો. સ્ટે વિસ્તાર ની હદમાથી મોડી રાત્રીના સુમારે આરોપી કિરણભાઈ વેરશીભાઈ ઠાકોર મૂળ રહે. ભુવાણા તા.સાંચોર, જિલ્લો, જાલોર (રાજસ્થાન) વાળો ભીલડી વિસ્તારમાંથી ફરિયાદીની સગીર વયની દિકરીને ફરિયાદીના ઘરેથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયેલ હોઈ જે અંગે ભીલડી પો.સ્ટે. માં ગુનો નોંધાયેલ હોઈ જથી સદર ગુનાની ભોગબનનાર કિશોરીને શોધી કાઢવા તેમજ ગુનાના આરોપીને પકડી પાડવા સારુ આર. એમ. ચાવડા પોલીસ સબ ઈન્સ્પેકટર ભીલડી પો. સ્ટે. નાઓ દ્વારા ભીલડી પોલીસ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી તથા પો. સ્ટાફ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ ની મદદથી રાજકોટ મુકામેથી ભોગ બનનાર કિશોરીને શોધી કાઢી તેમજ સદર ગુનાના આરોપી કિરણભાઈ વેરશીભાઈ ઠાકોર મૂળ રહે. ભુવાણા તા. સાંચોર, જિલ્લો, જાલોર (રાજસ્થાન) વાળો ને ગણતરીના દિવસોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.