જી.ઇ.બી ખેડબ્રહ્મા દ્વારા લાઈનમેન દિવસની ઉજવણી કરવામાં આવી
ગુજરાત વિદ્યુત બોર્ડ વિભાગીય કચેરી યુજીવીસીએલ હિંમતનગર ની રાહબરીમાં ઇડર ડિવિઝનના અને ખેડબ્રહ્મા યોજીવીસીએલ દ્વારા લાઈનમેન દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ગુજરાત સરકાર દ્વારા અને ભારત મંત્રાલય દ્વારા તારીખ 4 માર્ચ 2023 ના રોજ લાઈનમેન દિવસની ઉજવણી સમગ્ર ગુજરાત રાજ્યમાં યુજીવીસી એલ કંપની દ્વારા કરવામાં આવી હતી.
એપીએમસી ખેડબ્રહ્મા ના ચેરમેન અમૃતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને લાઈનમેન દિવસ કાર્યક્રમ યોજાયો હતો.
ઉપસ્થિત મહેમાનો દ્વારા
દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો
ત્યારબાદ
ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત નાયબ ઇજનેર આર.એસ બારૈયા
દ્વારા કરવામાં આવ્યું
ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
લાઈનમેન દિવસની ઉજવણી શા માટે તે વિશેની વિસ્તૃત માહિતી ઈડર વિભાગીય ઈજનેર વી.એસ કટારા અને જુનિયર એન્જિનિયર એ.એચ. ખત્રી હિંમતનગર દ્વારા આપવામાં આવી હતી.
ત્યારબાદ દરેક લાઈન મેનોને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં
કંકુ ચોખા થી તિલક કરી ગોળધાણા ખવડાવી મો મીઠું કરાવવામાં આવ્યું હતું અને લાઈનમેન દિવસ શા માટે તેની વિસ્તૃત માહિતી આપ્યા બાદ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી
આ ઉપરાંત વિભાગીય કચેરીમાં સારી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ એલ એસ પટેલને મુખ્ય મહેમાનના વરદ હસ્તે પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું
કાર્યક્રમની અંતે જે જે પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી
સાથે સાથે દરેક લાઈનમેનની આરોગ્ય વિભાગ દ્વારા શારીરિક તપાસ પણ કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન અમૃતભાઈ પટેલ કિસાન સંઘના પ્રમુખ જશુભાઈ પટેલ ઇડર વિભાગીય ઈજનેર વીએસ કટારા ,હિંમતનગર જુનિયર ઇજનેર એ.એચ. ખત્રી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો એચ એમ ચૌહાણ
જીઈબી ખેડબ્રહ્મા વિભાગના તમામ લાઈન મેનો ઉપસ્થિત રહ્યા હતા
રમણભાઈ પરમાર અને ખેડબ્રહ્મા ઈજનેર દ્વારા કાર્યક્રમનું આ આયોજન કરવામાં આવ્યું હતું