ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર, એલ.સી.બી.ના હેડ કોન્સ અશોકભાઇ ડાભી તથા અરવિંદભાઇ બારૈયાને સંયુકત રીતે માહિતી મળેલ કે, પ્રહલાદસિંહ ઉર્ફે પેલભા શૈલુભા ગોહિલ રહે.નવાગામ (નાના) તા.ઘોઘા જી.ભાવનગરવાળાએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી રાખેલ છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

          જે માહિતી આધારે રેઇડ કરતાં આરોપી હાજર મળી આવેલ નહિ. આ જગ્યાએથી મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ ML બોટલ નંગ-૧૮ કિ.રૂ.૬૭૫૦/-2.બ્લેન્ડર્સ પ્રાઈડ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૧ કિ.રૂ.૯.૩૫૦/-,૩. રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૦ કિ.રૂ.૪,૦૦૦/-,4. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૦૯ કિ.રૂ.૪,૬૮૦/-,૬. કિંગફિશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બિયર ટીન નંગ-૧૩ કિ.રૂ.૬૫૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૪૩૦/-નો મુદ્દામાલ મળી આવેલ.તેઓ વિરૂધ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.