*શ્રીમતી એચ જે પટેલ પ્રાથમિક શાળા ડીસા દ્વારા સ્પોર્ટ ડે નો આયોજન કરવામાં આવ્યું*
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગુજરાત રાજ્ય તરફ થી હમણાં સ્પોર્ટ ડે ના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ની મધ્યમાં આવેલ સરદાર પટેલ તરીકે ઓળખાતી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ.જે.પટેલ પ્રાથમિક શાળા તરફથી સ્પોર્ટ ડે નું આજથી બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવાર ના રોજ ધો.5 થી 8 ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આયોજન કરવામાં આવેલ છે.જેમાં શાળાના વહીવટી ક્લાર્ક શ્રીમતી વર્ષાબેન સાંખલા, હાયર સેકન્ડરી ના સુપરવાઇઝર શ્રી નિલેશભાઈ પુરોહિત, શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ પટેલ તેમજ શાળાના સિનિયર શિક્ષક શ્રી રવિન્દ્રભાઈ વ્યાસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુકેલ
તેમજ શાળાના વ્યાયામ શિક્ષક *શ્રી રાહુલભાઈ પરમાર* તેમજ શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોએ સાથ-સહકાર સાથે સરસ રમતનું આયોજન કરવામાં આવેલ
સ્પોર્ટ્સ ડે ની વિવિધ રમતોમાં લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.. જેમાં દોડ,. કોથળાદોડ. સ્લો-સાઇકલિંગ, સંગીત ખુરશી, લીંબુચમચી, રસ્સાખેંચ જેવી રમત ગમત નું આયોજન કરવામાં આવેલ
આ બધી રમતોમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લઈને એમની અંદર રહેલી બધી શક્તિઓનો પરિચય આપેલ રમત ગમત થકી બાળકના તન અને મન મજબૂતબને અને સાથોસાથ શારીરિક વિકાસ થાય તે હેતુથી રમત ગમત નું આયોજન કરવામાં આવ્યુ હતું
અહેવાલ અમૃત માળી ડીસા