ઉનાના રામપરા ગામે આવેલ માલિકીની જમીન બાબતે કોર્ટમાં દાવા ચાલુ હતા. જે મનદુખના કારણે છ શખ્સો વિવાદવાળી જમીનમાં લાકડીઓ લઈને પહોંચી ગયા અને બે ભાઈઓને છરી તથા લાકડા વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક હસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે યુવાને મહીલા સહિત છ શખ્સો સામે નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે ઉના રહેતા ભીમગીરી હિરાગીરી ગોસ્વામી, નટવરગીરી હિરાગીરીની માલિકીની જમીનમાં આરોપી નરેશ રાજશી, નરેશની પત્ની, કાળીબેન રાજશી, જયાબેન રાજશી તેમજ પિયુષ મેરૂ રહે.રામપરા ગામે આ તમામને જમીન બાબતે કોર્ટમાં દાવા ચાલુ હોય જે મનદુખના કારણે આ શખ્સો રામપરા ગામની સીમ વિસ્તારમાં આવેલ વિવાદવાળી જમીનમાં લાકડીઓ લઈને ઉભા હોય છે. ત્યારે ભીમગીરી, નટવરગીરી બંને ભાઈઓ સમજાવવા જતા એકદમ ઉશ્કેરાઇ ગયેલા તમામ શખ્સોએ ગેર કાયદેસર મંડળી રચી જેમ ફાવે તેમ ભુંડી ગળો બોલી હતી. પાછળથી છરી જેવા ઘાતક હથિયાર તેમજ લાકડી વડે શરીર પર આડેધડ મારમારી અને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર કરી તેમજ આડેધડ મારમારી મુંઠ ઇજા પહોંચાડી હતી. જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.
આમ મહિલા સહીત ત્રણ વ્યક્તિઓને માર મારતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે. આ અંગે ભીમગીરી હિરાગીરી ગોસ્વામીએ નવાબંદર મરીન પોલીસમાં મહીલા સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 325, 324, 323, 504, 505 સહિત કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.