જસદણ આદમજી રોડ પર રહેતો મયુરભાઇ મગનભાઇ ધાનાણી વ્યાજના ચક્કરમાં ફસાતા પોલીસ સ્ટેશનમાં એક આરોપી સામે ફરિયાદ નોંધાઈ, વિગત જોઈએ તો નાણા ધીરધાર અધિનીયમ ૨૦૧૧ ની ક.૫,૩૩,૪૦,૪૨ તથા ઇ.પી.કો ક.૩૮૪,૩૮૭,૫૦૪,૫૦૬(૨) મુજબ તે એવી રીતે કે આ કામના ફરીયાદી શ્રી ને સને ૨૦૧૨ માં પૈસા ની જરૂર પડતા આ કામેના આરોપી એ કોઇ ના ણાધીરધાર ના લાઇસન્સ વગર ફરીયાદીને પ્રથમ રૂ.૧૦,૦૦,૦૦૦/- ૩ % વ્યાજે આપી બાદ ટુકડે ટુકડે સને-૨૦૨૦ સુ ધી માં કુલ રૂ.૩૭,૦૦,૦૦૦/- વ્યાજે આપી તેના બદલામાં ફરીયાદી પાસેથી તેઓ ની મીલ્કત જસદણ સર્વે નં ૧૨૫૦/૩ ની હે.આરે. ૧-૮૨-૧૧ ની જમીનનો કબ્જા વગરનો રૂ.૨૫,૦૦,૦૦૦/- ની કીમતનો સાટાખત બાદ દસ્તાવેજ કરાવી લઇ ફરીયાદી ને ધમકી ઓ આપી ફરીયાદી પાસેથી રૂ.૩૭,૦૦,૦૦૦/- ના કુલ ૧,૭૫,૦૦,૦૦૦/- વસુલ કરી બાદ માં સને ૨૦૨૧ માં ફરીયાદી ને વધારે પૈસાની જરૂર પડતા આરોપી એ રૂ.૨૦,૦૦,૦૦૦/- ૩ % વ્યાજે તથા રૂ.૫,૦૦,૦ ૦૦/- ૫ % વ્યાજે તથા રૂ.૩,૦૦,૦૦૦/- ૮ % લેખે ઉચા વ્યાજે આપી બાદમાં આ રૂ.૨૮,૦૦,૦૦૦/- નું દરમ હીને રૂ.૧,૧૦,૦૦૦/- દરમહીને વ્યાજ વસુલ કરી કુલ ૧૫ મહીના સુધી ૧૬,૫૦,૦૦૦/- વસુલ કરી તથા ફરી. તથા તેના પરીવારને ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી મોતનો ભય આપી ફરી. ના પિતા પાસે થી રૂ.૫, ૦૦,૦૦૦/ કઢાવી લઇ ગુન્હો કર્યા બાબત જસદણના જયવંતભાઇ જીલુભાઇ ધાંધલ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે