અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પશુની હેરાફેરીની વધુ ૧ ઘટના સામે આવી પોલીસે ૧શખ્સની ધરપકડ કરી ૩.૯૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો અમરેલી જિલ્લામા પશુઓની ગેરકાયદે હેરાફેરી અને કતલની પ્રવૃતિને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે . ત્યારે પોલીસે લાઠીના હરસુરપુર દેવળીયા નજીક એક ટ્રકમાથી કતલખાને ધકેલાતા ૯ પશુને બચાવી લઇ એક શખ્સની ધરપકડ કરી ૩.૯૦ લાખનો મુદામાલ કબજે લીધો હતો . કતલખાને ધકેલાતા પશુને બચાવી લેવાયાની આ ઘટના લાઠીના હરસુરપુર : દેવળીયા નજીક બની હતી . અહી ટ્રક નંબર જીજે ૦૩ પી.વી.૮૪૭૯ મા પશુઓને ગેરકાયદે કતલખાને ધકેલવામા આવી રહ્યાં હોવાની બાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસે અહી દોડી જઇ ટ્રકમા ભરેલ નવ ભેંસની બચાવી લીધી હતી . પોલીસે દિનેશ બચુભાઇ વાળા નામના શખ્સની ધરપકડ કરી હતી . જયારે મોસીન ઢેભાભાઇ કાલવા નામનો શખ્સ નાસી છુટયો હતો . પોલીસે અહીથી નવ ભેંસ , ટ્રક મળી કુલ રૂપિયા ૩.૯૦ લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે મૌલિકભાઇ તેરૈયાએ લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી . બનાવની વધુ તપાસ એએસઆઇ જે.બી.કંડોળીયા ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી