ખંભાત શહેરમાં રાહધારી જેલ નજીક આવેલી અકીકની બે ફેકટરીમાં કોઈ ચોર શખ્સો અકીકના અલગ અલગ તૈયાર થયેલ માલ ઉપરાંત અકીકના કાચા પથ્થર મળી કુલ ૧.૮૦ લાખની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ખંભાત શહેર પોલીસ મથકે નોંધાઇ છે.

ખંભાત શહેરમાં નગીનાવાડી વિસ્તારમાં પરવેઝઅહેમદ નિસારઅહેમદ મન્સૂરી પોતાના પરિવાર સાથે રહે છે અને ખંભાત શહેરમાં રાહધારી જેલ નજીક પોપ્યુલર એન્ડ ચિપ્સ નામની અકીકની ફેકટરી ચલાવી ગુજરાન ચલાવે છે. કોઈ ચોર શખ્સોએ તેઓની ફેકટરીમાં પ્રવેશ અલગ અલગ અકીકના કિંમત ૭૦ હજાર, બીજો અલગ તૈયાર કરેલ માલ ૫૦ કિલો કિંમત ૫૦ હજાર તેમજ નજીકમાં આવેલી સાદેખાબાનું યુસુફખાન પઠાણની અયાન અગેટ એક્સપોર્ટ ફેકટરીમાં પ્રવેશ કરી ૬૦ હજાર કિંમતનો અકીકનો માલ ચોરી કરી લઈ જતા બંને ફરિયાદોની ફરિયાદ લઈ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત)

9558553368