જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ ઇ.ચા.પોલીસ અધિક્ષકશ્રી શ્રીપાલ શેષમા સાહેબ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેઙકોન્સ પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્સ રાજુભાઇ પરમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઉના પો.સ્ટે.વિસ્તાર ના અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પરથી વાંકબારા-પોરબંદર રૂટની એસ.ટી.બસ રજી.નં.જીજે.૧૮.ઝેડ .૭૫૮૪ વાળીમાં બનાવેલ દારૂ છુપાવાના ચોરખાનાઓ માંથી ઇંગ્લીશ દારૂ સાથે નીચે જણાવેલ વિગત મુજબના ઇસમોને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કેન્દ્રસાશીત પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધુ એક કીમીયા ને નીષ્ફળ બનાવી ઉના પો.સ્ટે ગુ.ર.નં ૩૦૭/૨૦૨૩ પ્રોહી.ક.૬૫ઇ,૮૧,૯૮(૨),૯૯ વિ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી (૧) ખોડીદાસભાઇ મગનલાલ ભટ્ટી ઉ.વ.૩૬ ધંધો એસ.ટી.બસ કંડકટર રહે.અમરેલી હનુમાન પરા (ર) નારણભાઇ નથુભાઇ વાજા ઉ.વ.૩૭ ધંધો એસ.ટી.બસ ડ્રાઇવર રહે.આંત્રોલી તા.માંગરોળ
જી.જુનાગઢ (૩) રાજેશભાઇ ઉર્ફે રાજુ સોલંકી વિજય બીયરબાર રહે.પટેલવાડી (દીવ) (પકડવાનો બાકી ) કબ્જે કરેલ મુદામાલ (૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી સાઇઝની કાચની તથા પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૦૭ કિ.રૂ.૪૦,૦૦૦/- (૨) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧૫,૦૦૦/-
કુલ મુદામાલ ૫૫,૦૦૦/-
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ એલ.સી.બી. પો.ઇન્સ. એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ., વી.કે.ઝાલા, પો.હેડ.કોન્સ. પ્રવિણ ભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, શૈલેષભાઇ ડોડીયા, તથા પો.કોન્સ સંદીપભાઇ ઝણકાટ, ઉદયસીંહ સોલંકી, રાજુભાઇ પરમાર તથા ઉના પો.સ્ટે એહમદપુર માંડવી ચેક પોસ્ટ ફરજ પરના એ.એસ.આઇ કાંતીભાઇ પરમાર, પો.હેઙકોન્સ અભેસીંગભાઇ ચૌહાણ, પો.કોન્સ મહેશભાઇ ગોહીલ
તા. :- ૦૧/૦૩/૨૦૨૩