શ્રી અશોક યાદવ સાહેબ પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ તથા દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધીક્ષકશ્રી નીતેશ પાંડેય સાહેબ નાઓએ જીલ્લામા બનતા ચોરી, લુંટ, ધાડ જેવા અનડીટેક્ટ ગુન્હાઓ સત્વરે શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય દરમ્યાન દ્વારકા પો.સ્ટે. ફસ્ટ ગુ.૨.નં. ૦૨૨૨/૨૩ આઇ.પી.સી. ક.૩૮૧,૧૧૪ મુજબનો ગુન્હો જેમા બેંક ઓફ બરોડા દ્વારકા શાખાના ATM માથી બે ઇસમો તા.૦૧/૦૩/૨૩ ના રોજ રાત્રીના ૦૩/૩૦ વાગ્યે ATM સેન્ટરમા પ્રવેશી મશીનમાથી ચાવી તથા પાસવર્ડ વડે રૂપીયા નવ લાખની ચોરી કરી નાસી ગયેલ હોય વિગેરે મતલબની ફરીયાદ મનેજર શ્રી દ્વારા લેવામા આવેલ જે અન્વયે ના.પો.અધી. સાહેબશ્રી હાર્દીક પ્રજાપતી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ દ્વારકા પો.ઇન્સ. તથા LCB પો.ઇન્સ. તથા પો.સબ ઇન્સ. બારસીયા ની એમ ત્રણ અલગ અલગ ટીમ બનાવી દ્વારકા પો.સ્ટે. વિસ્તારમા લાગેલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા ચેક કરાવી તેમજ ટેકનીકલ તથા હ્યુમન ઇન્ટેલીઝન દ્વારા માહીતી મેળવવાનુ ચાલુ હોય અને સદરહુ ગુન્હામા આરોપી પોતાનુ મો.સા. હોન્ડા લિવો આર.ટી.વો નં. GJ-37-H-4089 વાળુ ગુન્હામા વપરાયેલ હોય જેનુ પોકેટકોપની મદદથી ચેક કરતા ચોરી કરનાર આરોપી પાર્થ હીંમતભાઇ ભાયાણી તથા પારીતોષ જગદીશભાઇ ખરા રહે. મીઠાપુર વાળા હોય જેથી સદરહુ ગુન્હા બાબતે યુક્તિ પ્રયુક્તીથી પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપેલ અને તેઓ બન્ને આરોપીઓ પાસેથી ચોરીમા ગયેલ નવ લાખ રૂપીયા કબ્જે કરી આગળની તપાસ પો.સબ ઇન્સ. શ્રી એ.એલ.બારસીયા દ્વારકા પો.સ્ટે દ્વારા હાથ ધરવામા આવેલ છે.

આરોપીઓના નામ

(૧) પાર્થ હીંમતભાઇ ભાયાણી તથા (૨) પારીતોષ જગદીશભાઇ ખરા રહે. મીઠાપુર તા.દ્વારકા વાળા

કામગીરી કરનાર અધીકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ

(૧) પોલીસ ઇન્સપેકટર પી.એ.પરમાર તથા ટીમ (૨) પોલીસ ઇન્સપેકટર કે.કે.ગોહીલ તથા ટીમ

(૩) પોલીસ સબ ઇન્સ. બારસીયા તથા ટીમ