ખંભાતના મોસમપરા વિસ્તારમાં સાયકલ અને એકટીવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જે દરમિયાન ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તાત્કાલિક પોતાના કાર્યાલયથી નીચે ઉતરી ઘટના સ્થળે પહોંચીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
(સલમાન પઠાણ-ખંભાત)