ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર..

ખેડૂતોને બટાટાના પોષણસમ ભાવ આપવા લખ્યો પત્ર..

બટાટાની ખેતી કરતા ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા ભાવો ન મળતાં હોવાનો પત્રમાં ઉલ્લેખ..

સરકાર બટાટાના ટેકાના ભાવ જાહેર કરે અથવા બટાટાના વપરાશ કરતા વિશ્વના દેશો સાથે સંકલન કરી નિકાસની સરળ વ્યવસ્થા ઉભી કરે તેવી પત્રમાં કરાઈ રજુઆત..

બટાટાની ખેતીમાં ખાતર,બિયારણ,દવાઓ,લાઈટબીલ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને મજૂરી થઈને પ્રતિ 20 કિલોએ 100 થી 110 રૂપિયા ખર્ચ થવા છતાં ખેડૂતોને નથી મળી રહ્યા પોષણસમ ભાવ..

બટાટાના વધુ ઉત્પાદન સામે ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત થઈ કફોડી..