શ્રી સરકારી હાઇસ્કૂલ, ખોંભડી મોટી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે વિજ્ઞાન - ગણિત ક્લબ અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં જનરલ રાઉન્ડ, આન્સરિંગ બાય કવેશ્ચનિંગ રાઉન્ડ, આઇડેન્ટીફાય સાયન્સ પિક્ચર રાઉન્ડ, થિયોરમ એક્ષપ્રેસન રાઉન્ડ અને બઝર રાઉન્ડ એમ કુલ પાંચ રાઉન્ડ ની ક્વિઝ સ્પર્ધા ખૂબ રસાકસીભરી, રોમાંચક અને દિલધડક બની રહી હતી.અંતે સુનિતા વિલિયમ્સ ટીમ વિજેતા બની હતી.જેમાં શર્મા ભક્તિ,ગઢવી યશ્વી, નાયકા સાંજના,ભટ્ટ લક્ષ્મી સર્વેને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રનર અપ ટીમ કલ્પના ચાવલા માં કોઠારી પાયલ,વણકર ધારલ,નાયકા ગાયત્રી, રાયમા સમીના રહ્યા હતા.વિક્રમ સારાભાઈ ટીમમાં ગઢવી સાગર,વાઘેલા દક્ષ,લુહાર આસિફ, કાપડી પ્રણવ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં આચાર્યશ્રી ડૉ.યોગી સાહેબના માર્ગદર્શન તથા ગણિત વિજ્ઞાન શિક્ષિકા ભાવિનીબેન વાઘેલાના વિઝન ને વિદ્યાર્થીઓમાં ગઢવી યશ્વિ, વણકર ધારલ ,લુહાર આસિફે સુચારુ રીતે પાર પાડી કાર્યક્ર્મ સફળ બનાવ્યો હતો. એકરિંગ ની ભૂમિકામાં આચાર્યશ્રી સ્કોરર અને સંયોજીકા ભાવિનીબેન અને ગણેશભાઇ રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન- ગણિત વિષય પ્રત્યે રસ -રુચિ કેળવે, વિજ્ઞાન ને જ્ઞાન ની સાથે એક સત્ય તરીકે ની સમજ વિકસાવે, ગણિતના જ્ઞાન નો વ્યવહારમાં સમન્વય સાધે,પૂર્વ જ્ઞાન ને નવા જ્ઞાન સાથે જોડી દ્રઢ બનાવે વગેરે જેવા હેતુઓ રહ્યા હતા...