રાત્રે સિહોરના અનેક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા અને ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે, આકાશમાં વાદળાઓ ઘેરાયા છે આ લખાઈ છે ત્યારે રાત્રે 8/56 વાગ્યે પણ ધીમીધારે વરસાદ ચાલુ છે, વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં છે ભાવનગર શહેરમાં સાંજના 7 કલાકે એકાએક ધોધમાર વરસાદ શહેસ્ના અનેક વિસ્તારોમાં શરૂ થયો હતો.મેઘરાજા જાણે આજે તોફાની ઇનિંગ રમવાના મૂડ માં હોય એમ ધોધમાર વરસતા શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા હતા.સાંજનો સમય હોય લોકો પોતાની નોકરી કે કામે થી પરત ફરતા હોય ત્યારે એકાએક વરસાદી માહોલ વચ્ચે તેઓ પણ વરસાદની મજા લેતા નજરે પડ્યા હતા