ભાવનગર અલંગ શીપયાર્ડ ખાતે સોસિયોયાર્ડ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા રાજારામ ચૌહાણે ૧૭-૩-૨૦૦૦ના રોજ શ્રીભાણ નાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મજૂરીના નાણાંના હિસાબ મુદ્દે તેઓનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઇને રાજારામે નાથુપ્રસાદ ચોરસીયા અને જીઉત ચૌહાણ સાથે મળી હત્યા કરી દીધી હતી. જે કેસમાં શ્રીભાણના મોટાભાઇ ચંદ્રભાણેઅલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાના ગુના બાદથી રાજારામ જે નાસતો-ફરતો હતો. તેને વતન યુપી પણ છોડી દીધું હતુ. રાજ્ય સરકારે તના પર રૂપિયા ૧૦ હજારનું ઇનામ પણ જાહેર દરમિયાન થોડા સમય પહેલાં તે ફરી વતન યુપી આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપી રાજારામ કૈલાસ ચૌહાણ (ઉ.વ.૪૨, મુળ દેવરીયા, યુપી)ને યુપીના લખનૌથી પકડી પાડ્યો હતો. તે યુપીમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને મામલો શાંત પડતા ગામ આવતા ભેરવાયો હતો. સુરત પોલીસે આરોપીનો કબ્જો ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.