*ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી એ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો..
સમગ્ર ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન થતું હોય તે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લાનો ડીસા તાલુકો
ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના બટાકા નગરી તરીકે ઓળખાતો ડીસા
ડીસા પંથકમાં બટાકાનું સારા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે અને ડીસા પંથકના બટાકા સમગ્ર ગુજરાત તથા દક્ષિણ ભારત મો પણ ડીસા ના બટાકા વપરાય છે
ત્યારે બટાકાનું ઉત્પાદન સારું અને વધુ હોવાના લીધે ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
ત્યારે હમણાં સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો તેમાં એક ખેડૂતે પોતાના બટાકાના પાકમાં ઓછા ભાવ હોવાના લીધે બટાકાના ખુલ્લા ખેતરમાં ગાયો છૂટી મૂકી દીધી બટાકા ના ભાવ ગગડતા રોષ જોવા મળ્યો
ત્યારે આવા કપરા સમયમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ખેડૂત પુત્ર હોવાના લીધે ખેડૂતોની સમસ્યા સમજી શકતા હોય તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને બટાકાની સહાય માટે લખ્યો પત્ર.
બટાટા માં પડેલ મંદી માં સહાય આપવાની માંગ કરી..
કોલ્ડ સ્ટોરેજ ભાડા અને ટ્રાન્સપોર્ટ સબસીડી ની માંગ કરી..
2015-17 માં આપેલ સહાય જેમ ફરી સહાય આપવાની માંગ કરી..
ધારાસભ્ય પ્રવીણ માળી ખેડૂતો ની વ્હારે આવ્યા..
મુખ્યમંત્રીને પત્ર લખ્યા ને જાણ ખેડૂતોને થતા ખેડૂતો આશા રાખીને બેઠેલ કે ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત માટે સારું વિચારશે અને અમને સહાય મળશે
રિપોર્ટર અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા