આદિવાસી જનકલ્યાણ વિકાશ સંગઠન દ્વારા અમીરગઢથી ડાંગ સુધી અધિકાર યાત્રા..

એક તીર એક કમાન સર્વે આદિવાસી એક સમાન ના નારા સાથે દસ (૧૦) મુદ્રાનો કાર્યક્રમ લઈ વિશાળ જનસંબોધન..

જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે.ત્યારથી આજદિન સુધી આદિવાસી .અને ક. યાતનાઓ ભોગવી રહ્યા છે. જે યાતનાઓનો કોઈ અંત આવતો નથી બાબાસાહેબ આંબેડકર દ્વારા બંધારણમાં આદિવાસીઓ માટે ઘણી બધી યોજનાઓ લખી ગયા છે. પરંતુ આઝાદીના ૭૫ (પંન્ચોતે૨) વર્ષ પુરા થઇ ગયા સરકારશ્રી આઝાદીકા અર્મૃતમ હોત્સવ ઉજવે છે.બીજી બાજુ આદિવાસી વધુને વધુ નાદાર થતો જાય છે.

હાલમાં આદિવાસીઓમાં પણ ભણતર અને ગણતર સ્થાન લઈ ૨હ્યુ છે. આદિવાસીઓ પોતાના હક્કો મેળવવા ગામે ગામ અને જંગલે જંગલે સંગઠનોની ૨ચના કરી રહ્યા છે. અને સંગઠનો. મારફતે આદિવાસીઓ સરકારશ્રી નુ ધ્યાન દોરવા અને પોતાના મળતા હક્કો મેળવવા અભિયાન ચલાવવામાં આવી રહેલ છે.

આદિવાસી અભિયાનના ભાગરૂપે

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામના પંચમુખી હનુમાન મંદિરે આદિવાસી જનકલ્યાણ વિકાશ સંગઠન દ્વારા ભારતભરના આદિવાસી સંગઠનો તેમજ ગુજરાત ભરના. આદિવાસી' સંગઠનોના પદાધિકારીઓને હાજર રાખી10. (દસ) મુદાનો કાર્યક્રમ લખી આદિવાસીઓના હક્ક માટે સરકારશ્રી ને જગાડવામાં આવે અને સરકાર દ્વારા આદિવાસીઓને જે અન્યાય કરવામાં આવી રહેલ છે.તે અન્યાયથી બચાવવા ભારત સરકારશ્રીના. રાસ્ટ્રપતિ શ્રીનુ ધ્યાન દોરવામાં આવે અને ધારદાર ૨જુઆતો કરી તમામ હક્કો આપવામાં આવે તે બાબતે આદિવાસી જનકલ્યાણ વિકાશ સંગઠન પ્રમુખશ્રી રાજેશભાઈ. આર.દામા દ્રારા વિશાળ જનમેદની વચ્ચે ૨જુઆતો કરવામાં આવેલ અને હાજર રહેલા તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો દ્વારા વધાવી લેવામાં આવેલ છે.

ત્યાર બાદ બનાસકાંઠા બહારના જીલ્લાઓમાંથી પધારેલા મહેમાનોનુ બહેનો દ્વારા કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ અને મહેમાનો દ્વારા બાબાસાહેબ આંબેડકર સાહેબ તથા બી૨સામુંન્ડાની પ્રતિમાને ફુલહાર કરી દિપ પ્રગટાવી ખભેથી ખભા મિલાવી ૨જુઆતો આગળ સુધી પહોચાડવાની ખાત્રી આપવામાં આવેલ છે.જે ખરેખર બિરદાવવા ને પાત્ર છે.