Pm Vishwakarma Yojna| Pm Modi Birthday|, Vishwakarma Puja, Maha Aarti| Chandlodia Vishwakarma Mandir
PM વિશ્વકર્મા યોજના, PM નરેન્દ્ર મોદી જન્મદિવસ, વિશ્વકર્મા મહાઆરતી, વિશ્વકર્મા પૂજા દિવસ,ની ઉજવણી ચાંદલોડિયા વિશ્વકર્મા મંદિર ખાતે આયોજન
વિશ્વકર્મા પૂજન દિવસ નિમિતે અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિતે વિશ્વકર્મા સમાજ માટે PM વિશ્વકર્મા યોજના અમલ માં મુકવામાં આવી જે અંતર્ગત વિશ્વકર્મા સમાજ દ્વારા અમદાવાદ ના ચાંદલોડિયા ખાતે વિશ્વકર્મા મંદિર માં મહાઆરતી અને પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તા 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજન દિવસ અને દેશ ના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ને લઇ દેશ ભરમાં ભારે હર્ષોઉલ્લાસ સાથે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી દ્વારા સમગ્ર દેશ ના વિશ્વકર્મા સમાજ ને ધ્યાને રાખી PM વિશ્વકર્મા યોજના અમલ માં મુકવામાં આવી જેને લઇ સમગ્ર વિશ્વકર્મા સમાજ માં વિશ્વકર્મા દિવસે યોજના લાગુ થતા સોનામાં સુગંધ ભળી હોય તેમ આ યોજના ને વધાવવા અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે અમદાવાદ ના ચાંદલોડિયા ખાતે આવેલા વિશ્વકર્મા મંદિર માં વિશ્વકર્મા સમાજ દ્વારા મહાઆરતી અને આભાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમ ની શરૂઆત વિશ્વકર્મા દાદા ની છબી ને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો, રાજકીય, સામાજિક આગેવાનો, સન્માન કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ કાર્યકારમાં પ્રધાનમંત્રી દ્વારા PM વિશ્વકર્મા યોજના અમલ માં મુકવામાં આવી જે વિડિઓ ને LED સ્ક્રીન પર સૌ કોઈએ નિહાળી હતી અને યોજના અને સમાજમાં એકતા, અખંડિતતા,અને પ્રગતિ સંદર્ભે પૂર્વ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી ભગવાનદાસ પંચાલ, અને શ્રી એ.બી પંચાલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવટી હતું ત્યાર બાદ ઉપસ્થિત સૌ કોઈએ ભેગા મળી ભગવાન વિશ્વકર્મા ની આરતી ઉતારી હતી
આ ખાસ પ્રસંગે પૂર્વ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ, એ.બી પંચાલ, પ્રવીણભાઈ પંચાલ,કલેક્ટર ઈશ્વવરભાઈ પંચાલ,ચાંદલોડિયા વિશ્વકર્મા મંદિર ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પંચાલ, વિશ્વકર્મા સમાજ ના કાઉન્સીલર સર્વ શ્રી રાજેશ્વરીબેન પંચાલ, વિજયભાઈ પંચાલ, ભાવિબેન પંચાલ, દીપકભાઈ પંચાલ, અલ્કાબેન પંચાલ સાથે અન્ય સ્થાનિક કાઉન્સીલર હીરાભાઈ પરમાર, ભરતભાઈ પટેલ, રાજશ્રીબેન પટેલ, અને વિશ્વકર્મા સમાજ ના સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ભગવાનદાસ પંચાલ- પૂર્વ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ
વિજયભાઈ પંચાલ- કાઉન્સીલર નવાવાડજ વોર્ડ, પથિકભાઈ પંચાલ, કૌશલભાઈ ગજ્જર, ગૌતમ પંચાલ, વિશાલભાઈ પંચાલ- પ્રમુખ- પંચાલ યુવા સંગઠન , દિનેશભાઇ પીઠવા