રાજ્યમાં રસ્તે રખડતા ઢોર મુદ્દે અવાર-નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં કેટલીક વખતે નાના વાહનચાલકો ઢોરની અડફેટે આવી જતા નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે તો કેટલીક વખત મોટા વાહનની અડફેટે આબોલા પશુ આવી જતા મોતને ભેટતા હોય છે રખડતા ઢોરની સમસ્યા નિવારવા સુરતની મનપાની ટીમ ગોડદાર વિસ્તારમાં પહોંચી હતી જયાં ઢોર પકડવા આવેલી ટીમ પર ત્યાના સ્થાનિકો અને પશુપાલકો તૂટી પડ્યા હતા જેને લઇ રખડતા ઢોરની ટીમે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ હુમલોમાં મહિલાઓ પણ સુરત મનપાના કર્મચારીઓ પર હથિયાર લઇને તૂટી પડી હતી.

સુરતમાં રખડતા ઢોરની સમસ્યા દિવસને-દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે તેને સમસ્યાને નિવારવા સુરત મનપાની ટીમ જુદા-જુદા વિસ્તારોમાં ચેંકિગ હાથધર્યુ હતું જયાં શહેરના ગાડોદરા વિસ્તારના સંતનુ ચાર રસ્તા પાસે ઢોર પકડવા મનપાની ટીમ પહોંચી હતી જયાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો મનપાના કર્મચારી ઢોરને પકડી ટ્રેકટરમાં ચડાવી રહ્યા હતા તે દરમિયાન પશુપાલકો દોડી આવ્યા હતા અને કર્મચારી સાથે બબાલો કરી હતી

જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો તેમજ મહિલાઓ પણ દોડી આવી હતી અને કર્મચારીઓ સાથે ઉગ્ર બોલચાલી કરી હતી જેમાં પુરુષોએ મહિલાને આગળ રાખી ઢોર છોડવવાના પ્રયાસો કર્યા હતા મહિલાઓ લાકડી સાથે ધારદાર હથિયારો લઇ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જેને લઇ સમ્રગ મામલો ગોડદરા પોલીસ સ્ટેશન પહોચ્યો હતો પોલીસે હુમલાની ફરિયાદ નોંધી હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે