ભવન્સ કૉલેજ ડાકોરનાં ખેલાડીઓ આર્મી વિભાગમાં અગ્નિવીર તરીકે નોકરીમાં ભરતી.
ભારતીય વિદ્યાભવન, ડાકોર કેન્દ્ર સંચાલિત ભવન્સ શ્રી ઈશ્વરલાલ એલ.પી. આર્ટ્સ-સાયન્સ & શ્રીમતી જશોદાબેન શાહ કોમર્સ કૉલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે પોતાની સખત મહેનતનાં કારણે ઉચ્ચકક્ષાનું પર્ફોર્મન્સ આપીને આ વર્ષે ભારત સરકારના આર્મી વિભાગ દ્વારા આયોજિત અગ્નિવીર ભરતીમાં પપ્પુભાઈ એ. ભરવાડ અને કનૈયાલાલ પી. રાવલ ઉતીર્ણ થયાં છે. આ બંને વિદ્યાર્થીઓને કૉલેજના શારીરિક શિક્ષણ વિભાગનાં અધ્યક્ષ ડૉ. એ. કે. ચૌધરી, કાર્યકારી આચાર્ય ડૉ. ટી. આર. ત્રિવેદી, સેક્રેટરી શ્રીમતી નીકિતાબહેન ગાંધી તેમજ સમગ્ર ભવન્સ કૉલેજ પરિવારે બંને વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપોર્ટર : સૈયદ અનવર. ઠાસરા. ખેડા