આજરોજ રાત્રીના ૩ વાગ્યે ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના કાજરડી ગામે એક સગર્ભા મહિલા નિતાબેન કૌશીકભાઇ ને પ્રસૂતિ નો દુઃખાઓ થતા ડોળાસા ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન આવેલો ફરજ પર ના હાજર કર્મચારી ઈએમટી.જગદિશ મકવાણા અને પાયલોટ જેસિંગ ચોહાણ ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલાને હોસ્પિટલ લઈ જતા અચાનક રસ્તા મા દુઃખાઓ વધવા થી એમ્બ્યુલન્સ મા જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી ૧૦૮ ના ઈએમટી.જગદીશ મકવાણા ની આવડત અને ૧૦૮ હેડ ઓફિસ ના ડૉક્ટર ની સલાહ મુજબ જરુરી સારવાર આપી માતા અને બાળક નો જીવ બચાવવામા આવ્યો હતો અને બંને ને સલામત રીતે ઉના સરકારી હોસ્પિટલ મુકવામા આવ્યા હતા.તેમના સગા સંબંધીઓ એ દિકરાનો જન્મ થતા ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો જિલ્લાના ઉચ્ચ અધિકારી દિનેશ ઉપાધ્યાય અને દિપક સાહેબ દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.