દિયોદર ખાતે ખેડૂતો એ નાયબ કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર.બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સમસ્ત ઉત્તર ગુજરાતના ખેડુતો વતી , ચૌઘરી અમરાભાઇ રેવાભાઇ ગામ.જસાલી દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલે બટાકાનુ ઉત્પાદન કરતા ખેડુતોના ખેતર માંથી બટાટા કાઢવાનું કામ ચાલુમાં છે ત્યારે બજારમાં બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડુતોને મોઘા બીયારણ અને વઘતા જતા રાસાયણીક ખાતર / દવાના ભાવોના કારણે ખેડુતોને પાયમાલ થઇ રહ્યા છે અને ખેડૂત આત્મહત્યા કરવા મજબુર બની રહ્યા છે ત્યારે એક બાજુ સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક ડબલ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડુતોને બટાકામાં પુરતો ભાવ ના મળતા રાતા પણીએ રડવાનો વારો આવ્યો છે જો સરકારશ્રી દ્વારા બટાકા ટેકાના ભાવે ત્વરીત ખરીદી કરવામાં આવે તો ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન માંથી બચીવી શકાય અને ખેડુતોએ બટાકાની ખેતી પાછળ કરેલ ખર્ચનુ વળતર મેળવી શકે અને જો ટેકાના ભાવે બટાકા ખરીદી કરવામાં ના આવે તો શ્રીસરકારમાંથી સર્વે કરાવી અને ખેડુતોને આર્થીક સહાય કરવામાં આવે તવી ગુજરાતના ખેડુતો એ માંગ કરી છે...