પોરબંદર ની અગ્રણી શાળા અક્ષર વિદ્યામંદિર તથા સ્માઈલ પ્રી સ્કૂલમાં નવરાત્રિ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે એક દિવસીય ભવ્ય રાસ ગરબા મહોત્સવ યોજાયો જેમાં બન્ને શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રાસ ગરબા રમવામાં આવ્યા હતા જેમાં દરેક ધોરણ વાઈઝ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ અને વેલ પ્લેયર વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા આ આયોજનમાં વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી  રાસ નિહાળ્યા હતા અને અંતમાં વાલીઓ શિક્ષકો માટેના રાઉન્ડમાં સૌ ગરબે ઝૂમ્યા હતા
આ કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી મોહનભાઈ મોઢવાડીયા, અક્ષર આચાર્યા અંજનાબેન તથા સ્માઈલ આચાર્યા તેજલબેન અને શિક્ષકોની ટીમ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ ડે રાસ ગરબા મહોત્સવ સફળ બનાવ્યો હતો