બનાસકાંઠા જીલ્લા પોલીસ ,,દીયોદર ડીવીઝન ,,, અપહરણ / ગુમ થવાના બનાવો બનતા અટકાવવા અંગે જાગૃત રહેવા બાબત . જીલ્લાના નાગરીકોને જણાવવામાં આવે છે કે , તાજેતરમાં અપહરણ તથા ગુમ થવાના બનાવો વધુ બનવા પામેલ છે જે બનાવો બનતા અટકાવવા અંગે નીચે જણાવેલ મુદાઓ બાબતે જાગૃત રહેવા વિનંતી છે . > આપના બાળકો સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો સ્કૂલ કે કોલેજમાં જઇ શિક્ષકો સાથે આપના બાળકની પ્રવૃતિ , વ્યવહાર તથા મિત્ર સર્કલ બાબતે પરામર્શ કરી વિગતો જાણવી > આપના બાળકોના મિત્ર સર્કલ બાબતે તપાસ કરી તેમના મોબાઇલ નંબરો તથા તે કયા કયાના છે તેની વિગત વાલીશ્રીઓએ રાખવી . > આપના બાળકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય તો તેમના મોબાઇલ લઇ શું ઉપયોગ કરે છે ? તે સતત કોના સંપર્કમાં છે ? તથા તેના મોબાઇલમાં કઇ કઇ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે તેના વિશે માહિતગાર થવું . > આપના બાળકમાં છેલ્લા કેટલાક સમયથી તેના વર્તન વ્યવહારમાં કોઇ પરિવર્તન આવેલ છે કે કેમ ? તે બાબતે ધ્યાન રાખવું જો કોઇ આવું પરિવર્તન જણાય તો કેવા કારણોસર આવેલ છે તેની ઉડાણપુર્વક તપાસ કરવી > આપનું બાળક જો અભ્યાસ કરતું હોય અને માનસિક તણાવમાં રહેતું હોય તો સ્કુલ કે કોલેજમાં શિક્ષકો સાથે વાતચીત કરી કારણો જાણવા અને માનસિક તણાવમુક્ત રહે તે રીતે વાતાવરણ ઉભુ કરવું . > આપનું બાળક તેમના પ્રશ્નો તમારી સમક્ષ ખુલીને રજુ કરે તેવું ઘરનું વાતાવરણ ઉભું કરવું . - 02742-252600 9978408264 .