સંસ્કૃતભારતી,બનાસકાંઠા દ્વારા ધોરણ-૧૦ S.S.C બોર્ડની પરીક્ષાલક્ષી..

સંસ્કૃત-વ્યાકરણ-વર્ગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડીસા નગરની વિવિધ શાળાઓ (આદર્શ વિદ્યાલય, સરદાર પટેલ વિદ્યાલય, એસ.સી.ડબલ્યુ, વિદ્યાલય, તેમ જ એંજલ્સ વિદ્યાલય) ના ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા આશરે ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

   સંસ્કૃતભારતી,બનાસકાંઠા દ્વારા સૌ પ્રથમ આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો, જેમાં ધો-૧૦ બોર્ડની પરીક્ષામાં સંસ્કૃત વિષય અને તેમાં વિશેષ વ્યાકરણનું સરળ પદ્ધત્તિ દ્વારા વિસ્તૃત સમજુતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. દિનાંક:- ૨૫/૨/૨૦૨૩ અને ૨૬/૨/૨૦૨૩ (શનિ/રવિ) સાંજના ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન નગરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા એવી આદર્શ વિદ્યાલય, ડીસામાં આ વ્યાકરણ વર્ગનું આયોજન કરવામાં આવેલ.

   સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ - ડૉ.ભાનુભાઈ, શ્રી હર્ષદભાઈ, શ્રી પિન્કેશભાઈ, શ્રી નિકેશભાઈ, શ્રી જીગરભાઈ, શ્રીમતી અલ્પાબેન, શ્રીમતી હેતલબેન તેમ જ આદર્શ વિદ્યાલયના આચાર્ય શ્રી કે.પી.રાજપુત મહોદય સાથે ડીસા નગરની વિવિધ વિદ્યાલયના સંસ્કૃત શિક્ષકો - શ્રી ગણપતભાઈ, શ્રી બકુલભાઈ, શ્રી અરવિંદભાઈ અને આદર્શ વિદ્યાલયના વ્યવસ્થાપક શ્રી વિપુલભાઈ વગેરેએ વ્યાકરણ વર્ગના આયોજનમાં પોતાનો અમૂલ્ય સમય આપીને વર્ગને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપેલ છે. 

   ધોરણ-૯/૧૦ ના વિદ્યાર્થીઓને સંસ્કૃતભારતીના કાર્યકર્તા- શ્રી પિન્કેશભાઈ અને શ્રી જીગરભાઈએ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા અને સહજ, સરળ પદ્ધત્તિથી પરીક્ષાલક્ષી સંસ્કૃત-વ્યાકરણ નું શિક્ષણ આપેલ હતું.