સોજીત્રા શહેર અને સોજીત્રા તાલુકાની બુથ સશક્તિકરણ અભિયાન ૨૦૨૩ અંતર્ગત એક વિશેષ બેઠકનું આયોજન આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જે.એસ.પટેલ ગર્લ્સ સ્કુલ સોજીત્રા ખાતે યોજવામાં આવ્યું.

આ બેઠકમાં જિલ્લા સંગઠન ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ, સોજીત્રા શહેર પ્રમુખશ્રી અલકેશભાઈ પટેલ, મહામંત્રીશ્રી જતીનભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ બારોટ, સોજીત્રા તાલુકા સંગઠન પ્રમુખશ્રી ભાસ્કરભાઈ ગોહેલ, મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, શ્રી બળદેવભાઈ પરમાર, આઈ.ટી સેલના કન્વીનરશ્રી મનીષભાઈ જૈન, સોજીત્રા એ.પી.એમ.સી ચેરમેનશ્રી કિશોરભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્ય, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.