રાજુલા તાલુકાનાં ગામોમાં CSPC એવમ HDFC પરિવર્તન -HDFC બેન્કના CSR કાર્યક્રમના સહયોગથી સીએસપીસી સંસ્થા દ્વારા રાજુલા તાલુકાના ગામોમાં ગ્રામ વિકાસની વિવિધ પ્રવૃતિ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રવૃતિમાં ખેતી વિકાસ ની પ્રવૃત્તિ કરવામાં આવેછે અને રાજુલા ના ખેડૂતો પોતાની ખેતીમાં નવો અભિગમ અપનાવી સકે તે ઉદેસથી ૨૩.૦૨.૨૦૨3 થી ૨૪.૦૨.૨૦૨૩ ના રોજ સદગુરુ ફાઉન્ડેશન દાહોદ પ્રેરણા પ્રવાસ કરેલ અને તે વિસ્તારના નાના ખેડૂત ભાઈઓ ખેતીની જુદી જુદી પદ્ધતિથી પોતાની આવક કઈ રીતના મેળવે છે તે ઉદેસથી આ પ્રેરણા પ્રવાસ કરેલ અને આ પ્રવાસ રાજુલા ક્લસ્ટર ના ક્લસ્ટર મેનેજર અનુરાગ ચતુર્વેદીનું માર્ગદર્શન અને સંસ્થાના કર્મચારી જયેશ મારું,અનિરુધ જાદવ,બીપીન વાઢેર અને ભલાભાઈ બારૈયા નો સહકાર મળેલ. સદગુરુ ફાઉન્ડેશન દાહોદ ના ટ્રેનીંગ હેડ અશ્વિનભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સારો સહકાર મળેલ અને ખેડૂતોને ખેતીની નવી નવી પદ્ધતિ જેમકે પ્લાસ્ટિક મલ્સિંગ માં શાકભાજીનું વાવેતર,માંડવા પદ્ધતિ થી શાકભાજીનું વાવેતર,સ્ટોબેરી ની ખેતી તેમજ બકરા પાલન (ગોટ ફાર્મ ) દાહોદ તાલુકાના ગામોમાં બતાવેલ જે ખુબજ સારી હતી અને નાના ખેડૂત ભાઈઓ માટે બહુજ ઉપયોગી સાબિત થશે.
આ પ્રવાસમાં ધાતરવાડી ફાર્મર પ્રોડ્યુસર કમ્પનીના બોર્ડ ઑફ ડિરેકટરો શ્રી ભરતભાઈ ખુમાણ મોટા આગરિયા.
તેમજ અરવિંદભાઈ કોટડીયા વાવેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.