ખંભાતમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે.તંત્રએ ખુલ્લે આમ રખડતા મૂકી દેતા ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવાને બદલે મૌન સેવ્યું છે.એક બાજુ ખંભાતમાં રખડતા ઢોરોના શીંગડે ચડતી પ્રજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે તો ક્યાંય મોતને ભેટે છે.ઢોર માલિકો પણ માનવતા નેવે મૂકીને ઢોરોને જાહેર માર્ગો પણ ખુલ્લા છોડી મુકતા હોય છે.જેને કારણે પરિવારજનોને માત્ર કોઈને કોઈ સભ્યને ખોવાનો વારો આવે છે.આવા સંકટ સમયે ઢોર માલિકોએ પણ સમજી વિચારીને પોતાના ઢોરોને જાહેર માર્ગો પર છૂટા ન છોડી મૂકી માનવ ધર્મ નિભાવી શકે છે.

મળતી માહિતીનુસાર, ખંભાત નગરા રોડ પર વાહન પર નગરાથી ખંભાત આવવા વાત્સલ્ય સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ગાયો-આખલો લડતા વાહન પર સવાર મહિલાને શીંગડે ચડાવતા રોડ પર પછડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.જેને કારણે આસપાસના લોકો દોડી આવી ખાનગી વાહન મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાઈ હતી.

(સલમાન પઠાણ-ખંભાત)