ખેડબ્રહ્મા શહેરમાં સરદાર ચોક વિસ્તારમાં નવીન ડામર રોડ થી જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનાવેલ  આવ્યો છે પરંતુ નબળી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવતા હોવા ની રાવ ઉઠવા પામી છે હજુ તો ઉનાળાની ગરમી ચાલુ થઈ નથી અને ટૂંક સમય બનાવેલ ડામર રોડ ગરમીમાં પીગળી રહ્યો છે વાહનો તેમજ જનતાને બુટ ચંપલ માં તેમજ રખડતા શ્વાન ગાયો  પણ ડામર ચોંટી રહ્યો છે જનતા જ્યારે ચાલે છે ત્યારે ચપ્પલ એ ચોટેલું ડામર કોઈ સરકારી પેઢી અથવા બેંક અથવા અન્ય ઓફિસોમાં દુકાનો મા કામ અર્થે જાય છે ત્યારે પગે ચોટેલો ડામર જે જગ્યાએ કામ માટે ગયેલા છે તે જગ્યાએ ચંપલ એ ચોંટેલો ડામર ઓફિસોમાં ટાઇલ્સ ઉપર ચોટી જાય છે તેવા બનાવો બનવા લાગ્યા હજુ તો એપ્રિલ મે મહિનાની ગરમી બાકી છે ત્યારે શું પરિસ્થિતિ સજા કે મજા એ જોર પકડ્યો છે જ્યારે ગરમી પડે છે ત્યારે આ સ્પ્રે મારેલું ડામર ગામમાં પાણીની જેમ વહેતો હોય તેમ દેખાય છે અને સફેદ રેતી દર રોડ ઉપર નાખવામાં આવે છે તે ઉડીને દુકાનોમાં જઈ રહ્યો છે તેમજ શ્વાસ માટે હનીકારક સાબિત થયું છે કોન્ટ્રાક્ટર અને મળતીયા ઓની બેદરકારીને લીધે જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે