જૂનાગઢ સોમનાથ નેશનલ હાઇવે પર ડારી ગામ ના ફાટક પાસે નીરાધાર નો આધાર આશ્રમ આવેલ છે જે આશ્રમ માં મંદબુદ્ધિ તેમજ રસ્તે રખડતા માનસિક સનતુલન ગુમાવનાર વ્યક્તિઓની સેવા કરવામાં આવે છે જોવા જઈએ તો હાલ કળિયુગ છે અને તેમાં એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં અમુક સંતાનો પોતાના ઘરડા મા બાપ ને તરછોડી દેતા હોય છે ત્યારે અહીંયા નીરાધાર નો આધાર આશ્રમ માં કૈક અલગ જ માનવતા મહેકી રહી છે જ્યારે આ આશ્રમ માં શ્રી ધ્રુવલભાઈ સોલંકી આવા લોકોની સેવા કરી માનવતા નું ઉદાહરણ આપી રહિયા છે ત્યારે તેમના દ્વારા શિવમ ચક્ષશુદાન આરેણા ગામ ના માધ્યમથી પોતાના મૃત્યુ બાદ પોતાના દેહનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે જેમાં પોતાના દેહ ને મેડિકલ કોલેજ ના વિધ્યાર્થીઓ ને  અભ્યાસ માટે તેમજ અમુક સમયે લોકોને જરૂરી અંગ ન મળવાથી તેઓ મૃત્યુ પામતા હોય છે ત્યારે તેવા લોકોને તેમના અંગો કામ આવે અને નવી જિંદગી માણે એવા આશય સાથે તેમણે આ સંકલ્પ કર્યો છે 

હાલ ધ્રુવભાઈ સોલંકી દ્વારા નિરાધાર નો આધાર બની ને માનવતા મહેકાવી છે જ્યારે મૃત્યુ બાદ પણ કોઈ ને કામ આવવા માટે ની ત્યારી બતાવી છે ત્યારે માનવ સેવા ના ભેખદારી આ મહામાનવ ને સો સો સલામ સાથે સાથે અન્ય લોકો માટે પણ પ્રેરણા દાયી બન્યા