બનાસકાંઠાં જીલ્લામાં અપહરણ અને મરમારવાનો સીલસીલો યથાવત છે.! પાલનપુરમાં વધુ એક યુવકનું અપરણ કરી તેનો નગ્ન વીડિયો ઉતારી ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે સાત લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરમાં રહેતો એક યુવક અમીરગઢ સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે. 10 દિવસ અગાઉ એક યુવતીનો તેના મોબાઈલ પર ફોન આવતા યુવક તે યુવતીને મળવા પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી જ રાહ જોઈ રહેલા   સાત શખ્સોએ યુવકને બળજબરી પૂર્વક આંખે પટ્ટી બાંધી ગાડીમાં નાખી અપહરણ કર્યું હતું. અપહરણ કરી અમારા સમાજની યુવતી સાથે સબંધ રાખે છે તેમ કહી યુવકને દાંતીવાડા ડેમ પર લઈ જઈ માર મારી યુવકનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો, તથા જો આ બાબતે કોઈને કહેશે તો તેનો વીડિયો વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છોડી મૂક્યો હતો. ડરના માર્યા આ યુવક કોઈને કહ્યું નહોતુ. ત્યારબાદ હવે આર્યન મોદી સાથે બનેલી ઘટના બાદ આ યુવક પણ પોલીસની પાસે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસે યુવકની ફરિયાદના આધારે સાત લોકો વિરૂધ તપાસ હાથ ધરી છે.