પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોર્ડનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. અરવિંદભાઇ બારૈયા તથા અશોકભાઇ ડાભીને બાતમી મળેલ કે અનસભાઇ હબીબભાઇ પઠાણ રહે ધનબાઈ ચોક તા.તળાજા જી.ભાવનગરવાળા તેનાં રહેણાંકી મકાને ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી સગેવગે કરે છે,જે માહિતી આધારે રેઇડ કરતાં આરોપી અનસભાઈ હબીબભાઇ પઠાણ ઉ.વ.૪૪ ધંધો-મજુરી રહે. ધનબાઇ ચોક તા.તળાજા જી.ભાવનગર,2ભાવેશભાઇ ચાવડા રહે.શિહોર જી.ભાવનગર તપાસ દરમિયાન કબ્જે કરેલ (1) મેકડોવેલ્સ નં ૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ ૭૫૦ ML બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૭૨,૦૦૦/-,(2) રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કી પંજાબ ઓન્લી લખેલ ૭૫૦ ML બોટલ નંગ-૧૦૮ કિ.રૂ.૩૨,૪૦૦/,(૩) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી પંજાબ ઓન્લી લખેલ ૭૫૦ ML બોટલ નંગ-૭૨ કિ.રૂ.૨૧,૬૦૦/- 4 મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૫૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૩૬,૫૦૦/નો મુદ્દામાલ બનાવટનાં ઇંગ્લીશ દારૂના જથ્થા સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કરી પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,પી આર. સરવૈયા તથા સ્ટાફનો અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, પીનાકભાઇ બારૈયા,ભોજુભાઇ બરબસીયા એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા ફરજ બજાવીને તેઓ વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं