તારાપુર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરવા જતી મહિલા હેઠે પટકાઇ સારવાર દરમિયાન મહિલાનું મોત

તારાપુર રેલ્વે પ્લેટફોર્મ ટ્રેન કરતા ત્રણ પગથીયા નીચું હોવાથી મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે હેઠે પટકાતા હોવાના અનેક બનાવો બન્યા હતા જેમાં આ મહિલાનઘ પણ ટ્રેન માંથી નીચે ઉતરતી વખતે પગ લપસી જતાં રેલવે પ્લેટફોર્મ પર પટકાઈ હતી જે મહિલા મોતને ભેટી છે.

આણંદ ખંભાત રેલ્વે લાઈન પર આવતા તારાપુર રેલ્વે સ્ટેશન પર એક મહિલા ટ્રેનમાંથી નીચે ઉતરી રહી હતી જે સમયે તેનો પગ લપસી પડતાં તે મહિલા પ્લેટફોર્મ પર હેઠે પટકાઇ હતી જેથી મહિલાને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી જેમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે આ ધટના અંગે મૃતક મહિલાના સ્વજનોએ તારાપુર રેલ્વે પ્લેટફોર્મ ટ્રેન કરતાં ત્રણ પગથીયા નીચું હોવાથી મહિલાનું મોત નિપજ્યું હોવાનું જણાવી રેલ્વે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો