હાલ શહેર અને ગામડાઓ માં ખુલ્લા માં રખડતા પશુઓ આપણી નજર સામે આવતા જોવા મળે છે તેમ પણ ખાસ ધણખૂટનું પ્રમાણ વધારે છે ત્યારે આ ધણખુંટ રસ્તાઓ પર પડ્યા પાથર્યા રહેતા હોય છે અને રાહદારીઓ ને એમનાથી પરેશાન થવું પડે છે હાલ ખેતી માં બળદો નું પ્રમાણ ઘટ્યું છે અને બળદો ની જગ્યાએ યાંત્રિક મશીનો આવતા થયા છે તેના કારણે ધણખૂટ નું પ્રમાણ વધ્યું હોવાનું માનવામાં આવી રહિયું છે બીજી તરફ જોઈએ તો ગાયો માટે ગોવશાળા ની વ્યવસ્થા છે પરંતુ ધણખૂટ માટે આવી કોઈ વ્યવસ્થા નથી જેથી ધણખૂટ રસ્તાઓ પર પડ્યા પાથર્યા રહેતા હોય છે અને ક્યારેક ક્યારેક તેઓ પોતાની મસ્તી માં ચૂર થઈ ને ધીંગાણું કરતા જોવા મળે છે ત્યારે આવુજ કૈક બન્યું છે માળીયા હાટીના શહેર ના રસ્તાઓ પર જ્યાં બે ધણખૂટ આરપાર ની લડાઈ પર ઊતરી ગયા હતા ત્યારે તેમની આ લડાઈ ને કારણે ૫ મિનિટ માટે રસ્તો બંધ થયો હતો અને વાહનો થભી ગયા હતા સદનસીબે આ ધણખૂટ ની ઝપટે કોઈ ચડ્યું ન હતું એટલે કોઈ હાનિ કે નુકશાન થયું નથી પરંતુ આપણે અવાર નવાર એવા કિસ્સાઓ પણ સાંભળવા મળે છે કે જેમાં ધણખૂટ દ્વારા લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે સાથે સાથે લોકો ના માલ સામાન ને પણ નુકશાન થતું હોય છે અને ધણખૂટ ના આવા ધીગાણા ના કારણે લોકોના જીવ તાળવે ચોંટી જતા હોય છે ત્યારે આવા ખુલ્લા માં પડ્યા પાથર્યા રહેતા ધણખૂટ માટે તંત્ર અને સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને રાહદારીઓ ની માગ ઉઠી છે 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं