જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારે સવારે આત્મઘાતી હુમલાખોરોએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો, જેમાં 3 જવાનો શહીદ થયા. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. આર્મી ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ હુમલાએ ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલો યાદ અપાવ્યો છે. ઉરી હુમલાના 10 દિવસની અંદર ભારતીય સૈનિકોએ POKમાં ઘૂસીને આતંકવાદી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી અને દુનિયાને કહ્યું કે, આ ભારત ચૂપ નહીં બેસે. આ ભારત જાણે છે કે ઘરમાં ઘૂસીને કેવી રીતે મારવું.18 સપ્ટેમ્બર 2016ના રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને અડીને આવેલા ઉરી તાલુકામાં આર્મીના 12 ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેડક્વાર્ટર પર હુમલો કરતી વખતે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ત્યાં સૂતેલા સૈનિકો પર ગોળીબાર કર્યો હતો.

આ હુમલામાં 19 જવાનો શહીદ થયા હતા. આવતા મહિને ઉરી હુમલાને 6 વર્ષ થશે. ઉરી તહસીલ આજે પણ તે હુમલામાંથી બહાર આવ્યું નથી. હુમલા બાદ અહીં અને આસપાસના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાયું છે.આ હુમલામાં 19 જવાનો થયા હતા શહીદ4 આતંકવાદીઓ POK છોડીને સલામાબાદ નાળા (જેલમ નદી) થઈને ઉરી પહોંચ્યા હતા. તેમની પાસે મોટી માત્રામાં હથિયારો અને ગ્રેનેડ હતા. તેણે પઠાણકોટ હુમલાની તર્જ પર હુમલો કર્યો હતો. ત્યારે પણ આતંકીઓ નાળા મારફતે ભારતમાં ઘૂસ્યા હતા.ઉરીમાં પહેલો હુમલો સવારે લગભગ 5 કલાકે ઉરીના આર્મી યુનિટમાં સ્થિત વહીવટી બેઝ કેમ્પની પાછળ કરવામાં આવ્યો હતો. પઠાણકોટમાં પણ વહેલી સવારે હુમલો થયો હતો. રાજૌરીની જેમ ઉરીમાં પણ આત્મઘાતી આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમનો હેતુ ભારતને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો.