ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવું ન પડે,

અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

ગુનાની વિગતઃ-

ગઇ તા.૨૨/૦૧/૨૦૨૩ ના રોજ લાઠી તાલુકાના અકાળા અને જરખીયા ગામ વચ્ચે, ખોડીયાર માતાજીના મંદિર પાસેથી ટેપાસિંહ માસ્તર પટેલ, ઉ.વ.૧૮, રહે. અડતાળા, વાડી વિસ્તાર, તા.લાઠી, જિ.અમરેલી વાળાનો TENCO SPARK કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૮,૫૦૦/- નો અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય, જે અંગે ટેપાસિંહ દ્વારા E -FIR કરાવેલ હોય, જે E-FIR અંગે ખરાઈ કરી, તેના પરથી લાઠી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૦૨૦/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.

ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક હરેશ વોરા નાઓએ અમરેલી જિલ્લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૨૩/૦૨/૨૦૧૩ નાં રોજ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લાઠી, અકાળા રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઈસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

કાજુભાઇ ઉર્ફે કાળુ સામતભાઈ ચારોલીયા, ઉ.વ.૩૫, રહે.લાઠી, અકાળા રોડ, તા.લાઠી, જિ.અમરેલી, રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-

TENCO SPARK કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૮,૫૦૦/- નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક હરેશ વોરા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઈ જાની તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવી હતી

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી