સુરત શહેરના ઓલપાડ તાલુકામાં આયુષ્યમાન કાર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ૫૦ લાખથી વધુ પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ કર્યું હતું. વડાપ્રધાનશ્રીની વચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં યોજાયેલા પી.એમ.જે.એ.વાય-મા પી.વી.સી. કાર્ડ વિતરણ સમારોહ અંતર્ગત ઓલપાડ તાલુકાના મથકે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે હળપતિ અને ભૂમિહીન ખેતમજુરોની આવાસ બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી અશોકભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ પરિવારમાં કોઈ મોટી બિમારી આવી પડે તેવા સમયે આ કાર્ડની મદદથી લાખોના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીએ આજે ૫૦ લાખથી વધુ લોકોને આરોગ્યનું સુરક્ષા કવચ આપ્યું છે. દરેક વ્યકિતએ આયુષ્યમાન કાર્ડનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
ઓલપાડ તાલુકામાં હાલમાં ૬૨૧૨૪ જેટલા લાભાર્થીઓ પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ ધરાવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૦૦૦થી વધુ લાભાર્થીઓને ૪ કરોડથી વધુના ઓપરેશનો વિનામૂલ્યે કરાયા છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં રોજ ૫ થી ૭ દર્દીઓ લાભ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્તમાન વર્ષે ઓલપાડ તાલુકામાં ૧૫ ગંભીર રોગોવાળા બાળકો શોધીને તેમાંથી છ બાળકોના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીનું સંબોધન ઉપસ્થિત સૌએ લાઈવ નિદર્શન કરાયું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો.કૃણાલ જરીવાલા, મેડિકલ ઓફિસર ડો.ચિરાગ પટેલ, ડો.પ્રશાંત સેલર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમિતભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સી.કે.ઉધાડ, મામલતદારશ્રી એલ.આર.ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી મૌલિકભાઈ દોન્ગે, અગ્રણી સર્વશ્રી યોગેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, વનરાજસિંહ બારડ, સીતાબેન રાઠોડ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા