હાલોલ તાલુકાના રાણીપુરા સાથરોટા ગઈકાલે રાત્રિના 12:00 વાગ્યાના સુમારે કેટલાક ઈસમો દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે હિટાચી મશીન દ્વારા માટીનું ખોદકામ કરી માટી ખનન કરી આઇવા ડમ્ફર ટ્રકમાં ભરી માટીની ચોરી થતી હોવાની જાણ હાલોલના ઇન્ચાર્જ મામલતદાર બી.એમ.જોષીને રાણીપુરા ગામના સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી જેમાં બનાવની જાણ થતા મામલતદાર બી.એમ.જોષી પોતાના સ્ટાફ સાથે રાણીપુરા ખાતે પહોંચ્યા હતા જ્યાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે હિટાચી મશીન દ્વારા ખોદકામ કરી માટીનું ખનન કરી માટીની ગેરકાયદેસર રીતે ચોરી થતી હોવાનું જોવા મળ્યું હતું જેમાં હિટાચી મશીનથી સરકારી જમીનમાં કોઈ પણ જાતની પરમિશન વિના ગેરકાયદેસર રીતે ખોદકામ કરી એક આઇવા ડમ્ફર ટ્રકમાં માટી ભરી માટીનું ચોરી કરાઈ રહી હોવાનું જોવા મળતા મામલતદાર બી.એમ.જોષીએ ડમ્ફરના ચાલકને પૂછપરછ કરતા હિટાચી મશીન તેમજ આઇવા ડમ્ફર ટ્રક વિક્રમભાઈ વણઝારા નામના ઈસમનું હોવાનું અને તેઓના દ્વારા આ માટી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું જેમાં મામલતદાર બી.એમ.જોષીએ સ્થળ પરથી હીટાચી મશીન તેમજ એક આઇવા ડમ્ફર ટ્રક અને ડમ્ફર ટ્રકની અંદર ભરેલ અંદાજિત 10 ટન મેટ્રિક માટી સહિતનો અંદાજે 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાણીપૂરા સાથરોટા ખાતે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે માટીનું ખનન કરી માટી ચોરીનું કૌભાંડ કરનાર ઇસમો સામે આગળની કાયદાકીય કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી હતી.