ખંભાતમાં કલેકટરના જાહેરનામાં ભંગ બદલ જાહેરમાં લાઠી (લાકડી) સાથે ફરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.ખંભાતના નવરત્ન સિનેમા પાસે રાહુલ ઉર્ફ જેકર જીવણભાઈ માછી લાઠી સાથે ઝડપાયો હતો.જ્યારે પીપળોઇ દૂધની ડેરી પાસે જયેશ મગનભાઈ પરમાર જાહેરમાં લાકડી લઈને ફરતા પોલીસે ઝડપી પાડ્યો હતો.નોંધનીય છે કે, તાજેતરમાં ખંભાતના એક યુવકને કોઈ અજાણ્યા ઇસમે માથામાં લાકડીન ફટકો મારતા ફરિયાદ નોંધાઇ હતી.