ભારત એ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે અને એમાં પણ ખાસ ગુજરાત નો ખેડૂત હંમેશા કૈક અલગ અને નવીન કરતો જોવા મળે છે વળી ખેડૂત જગત નો તાત કહેવાય છે ત્યારે ખેતી માં વધુ સારો નફો મેળવી અને સમૃદ્ધ થઈ શકાય અને હાલ ના રાસાયણિક ખેતી યુગ માં હવે ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ પણ આગળ વધી રહિયા છે ત્યારે કેશોદ તાલુકા ના અજાબ ગામ ના ખેડૂત દ્વારા કૈક નવોજ પ્રયોગ પોતાની ખેતી માં કર્યો છે 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કેશોદ તાલુકા ના અજાબ ગામ ના  ખેડૂત ઘનશ્યામભાઈ અને મનસુખભાઈ રતનપરા એ પોતાના ખેતર માં શિયાળુ પાક માં ચણા નું વાવેતર કર્યું છે જ્યારે ચણા ના પાક ની સાથે તેમણે પાળાઓ પર સુરજમુખી નું વાવેતર કર્યું છે આ નવતર પ્રયોગ એટલે કે સૂરજમુખી ની ખેતી માં પડતર જમીન નો સદુપયોગ થયો છે વળી સૂરજમુખી ના ફૂલો થી મધમાખીઓ અને પતંગિયા આકર્ષિત થાય છે અને ખેતર માં મોટા પ્રમાણ માં આવે છે જેને કારણે ફલાવરિંગ માં બહુ ફાયદો થાય છે જેમાં સૂરજમુખી સાથે વાવેલા ચણા ના પાક માં ફલીનિકરણ માં ફાયદો થતા તેમણે ચણા નું દોઢૂ ઉત્પાદન મેળવ્યું છે ત્યારે આ ટેક્નિક દ્વારા ભેજ નું પ્રમાણ સારું રહે છે જેથી પાણી ઓછું જોઈએ છે અને ખર્ચો પણ ઓછો થાય છે જ્યારે હવામાન માં ફેરફાર થતો રહેતો હોય છે જેને કારણે ક્યારેક ક્યારેક ખેડૂતોના પાક ને નુકશાન થતું હોય છે પરંતુ આ નવતર પ્રયોગ થી ખેડૂત ને ફાયદો થાય છે ગુજરાતી માં એક કહેવત છે કે એક ઘા એ બે શિકાર 

જેન્તીભાઈ રતનપરા ના જણાવ્યા અનુસાર તેઓ વર્ષોથી ખેતી કરે છે અને દર વર્ષે તેઓ ચોમાસુ મગફળી ના પાક સાથે તુવેર નું વાવેતર કરતા હતા પરંતુ આ વર્ષે તેઓને શિયાળુ પાક માં પણ કંઈક નવીન અભિગમ અપનાવવાનો વિચાર આવ્યો હતો અને તેમને ચણા ના પાક સાથે સૂરજમુખી નું વાવેતર કર્યું છે અને આ વાવેતર થી બંને પાક માં સારું પરિણામ મળ્યું છે ત્યારે અજાબ ગામ ના આ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્તોત્ર બન્યા છે