બનાસકાંઠા જિલ્લાના દિયોદર શાળા નંબર બે ખાતે ગુજરાત સરકારની ઇમરજન્સી 108 વાન પહોંચી હતી અને શાળાના વિદ્યાર્થીઓને ઈમરજન્સી 108 કઈ રીતે બોલાવવી આ વાનમાં કયા પ્રકારની સુવિધાઓ હોય છે તેમજ આ વાનમાં રહેલી કીટોનું વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વાનના પાયલોટ દિનેશભાઈ નાઈ દ્વારા સમગ્ર ઈમરજન્સી સેવાઓની વિસ્તૃત માહિતી આપી અને બાળકોને ગુજરાત સરકાર દ્વારા સેવાનો કઈ રીતે લાભ આપવામાં આવે છે તે પણ જણાવવામાં આવ્યું હતું સાથે ઇ.એમ.ટી દિલીપભાઈ ચૌધરી હાજર રહ્યા હતા..