આજે શ્રાવણના પ્રથમ સોમવારે ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના કથાકાર અને પ્રખર હિંદુવાદી શ્રી લાભેશભાઈ દવે તથા તેમના પરિવાર દ્વારા અત્યારના સમયમાં જગત માતા ગાય ને જે ચેપી રોગે ભરડામાં લીધી છે તે રાક્ષસ રુપી રોગના સકંજામાંથી જલ્દીથી ગૌમાતા મુક્ત થાય તે આશયથી પૂરા પરિવાર દ્વારા આજે તેમના નિવાસ્થાને દેવાધિદેવ મહાદેવ નો અભિષેક કરી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે હે પ્રભુ આ અબોલ ગૌમાતા નુ રક્ષણ કર કે જેનાથી આ ધરા ટકેલી છે સનાતન ધર્મ ટકેલો છે...

પૂજ્ય લાભેશભાઈ દ્વારા સર્વ બ્રાહ્મણો અને સનાતની હિન્દુઓને વિનંતી કે હર ઘરમાં ભગવાન શિવનો ગાયો નુ રક્ષણ થાય તેવા સંકલ્પ સાથે અભિષેક કરે...

રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી