પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતા બે મકાનો ઘરવખરી સહિત બળીને ખાખ
પાવીજેતપુર તાલુકાના મોટી અમરોલ ગામે વહેલી સવારે એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગતા બે મકાનો ઘરવખરી સહિત બળીને ખાખ થઈ જતા ત્રણ લાખથી વધુ નુકસાન થવા પામ્યું છે.
પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે ભક્તિ ફળિયામાં રહેતા
રાઠવા જેન્તીભાઇ મકીયાભાઈ તેમજ રાઠવા અક્ષયભાઈ જેન્તીભાઇ ના મકાનમાં ૨૨ ફેબ્રુઆરીના વહેલી સવારે આઠ વાગ્યાના અરસામાં એકા એક ઘરમાં મુકેલા ઘાસના પુડા માં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભળ ભળ સળગવા લાગ્યા હતા. જોત જોતા માં મકાન સળગવાની શરૂઆત થઈ જવા પામી હતી. બંને મકાનના સભ્યો ઘરમાં આગ લાગતા પોતાના જીવ બચાવી ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની કે પશુ હાની થવા પામી ન હતી. પરંતુ આગ ઉપર કાબુ મેળવાય ત્યાં સુધી બંને મકાનો ઘરવખરી, અનાજ પાણી સહિત તેમજ બાઈક બળી ને ખાખ થઈ જતા ત્રણ લાખથી વધુ નુકસાન થયું હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુર તેમજ બોડેલી થી ફાયર ફાઈટર આવી જતા આગને વધુ ફેલાતી અટકાવી શકાય હતી.
આમ, પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે બે મકાનોમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરવખરી સહિત મકાનો બળીને ખાખ થઈ જતા ત્રણ લાખથી વધુ નુકસાન થવા પામ્યું છે.