સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના માધવાણીની વાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પોતાના ભોગવટાની ફોરવ્હીલ ગાડીમાં રાખી હેરાફેરી કરતા ઇસમને ખાનગી બાતમી રાહે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી સર્વેલન્સ ટીમ
અમરેલી જીલ્લામાં દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના અન્વયે
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય,ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કેસા.કુંડલા ભૂવારોડ તરફથી
વિશાલ ઉર્ફે બાંગી ભરતભાઇ ઉનાવા રહે.સા.કુંડલા વાળો મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ સા.કુંડલા શીવાજીનગર સોસાયટીમાં આવે છે.તેવીબાતમી હકિકત મળેલ હોય,
જેથી પોલીસ સ્ટાફ શીવાજીનગર માધવાણીની વાડી રામાપીરના મંદિર પાસે વોચમાં રહેતા,એક મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડી આવેલ હોય,
જે ગાડીને રોકી ફોરવ્હીલ ગાડીમાં ચેક કરતા સદરહુ ફોરવ્હીલ ગાડીની પાછળની સીટ ઉપર તથા પાછળની સિટ નીચે પુઠ્ઠાના ૬(છ) ખાખી બોક્સ જોવામાં આવેલ હોય,
જે બોક્સમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કંપનીની રિંગપેક કાચની બોટલો મળી આવતા તે ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટે કેસ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ
વિશાલ ઉર્ફે બાંગો ભરતભાઇ ઉનાવા ઉ.વ.૨૨,ધંધો.મજુરી,રહે.સાવરકુંડલા, મોટા કોળીવાડ, જી.અમરેલી,
પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ:
સા.કુંડલા ટાઉન પો સ્ટે સી - પાર્ટ ગુ.ર.નં. ૯૨૭૪૨૦૨૨ પ્રોહી. કલમ-૬૫ (એ)(ઇ), ૧૧૬(બી) મુજબ – સા.કુંડલા ટાઉન પો.સ્ટે. એ - પાર્ટ ગુ .ન ૦૧૯/૨૦૨૩.PC કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૩૪૧.૧૧૪ તથા .P એક્ટ ૧૩૫ મુજબ
પકડાયેલ મુદ્દામાલની વિગત પ્રોહી મુદામાલ
(૧) ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની MCdowells no-1 collection whisky for sale In Punjab only લખેલ ૭૫૦ એમ.એલ.
ની કંપની રીંગપેક કાચની બોટલો નંગ-૩૨ કી.રૂ.૧૨૦૦૦/-ની તથા
(૨) ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ AL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY FORS ALE IN PUNIAB લખેલ ૭૫૦ એમ એલ ની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩૭૮૦/- ની તથા
(૩) ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY FOR
SALE IN PUNIAB લખેલ ૧૮૦ એમ.એલ ની બોટલ નંગ-૯૬ કી.રૂ.૯૦૦/-નો પ્રોહિ મુદામાલ કુલ બોટલ નંગ-૧૯૬મળી કુલ કિ.રૂ.૨૫,૩૮૦/-નો પ્રોહી મુદામાલ
ફોરવ્હીલ –
(૧) મારૂતી સુઝુકી કર્ષનીની સફેદ કલરની સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડી હોય જેની આગળ પાછળ જોતા નંબર પ્લેટ ન હોય તેમજ સદર ગાડીના ચેચીસ નંબર-MBHCZCB3SMGB38401 તથા એન્જીન નંબર-12NP108885? જે ફોરવ્હીલ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/*
મોબાઇલ ફોન-
(૧) વીવો કંપનીનો વાદળી કલરનો 1819 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ હોય જેના EMI NO. જોતા 866745046852011 હોય જેની કિ.રૂ.૫૦૦૦/- એમ કુલ મળી કુલ કિ.રૂ. ૫,૩૦,૩૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા પો.સબ.ઇન્સ. કે.બી.ગઢવી તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ, હેડ કોન્સ. પ્રતાપભાઇ માલાભાઇ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. રમેશભાઇ બિજલભાઇ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.